
શું થાય જો કોઈ માત્ર એક કલાકમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં સામાન પહોંચાડી દે. લોજિસ્ટિક્સની દુનિયામાં એક ક્રાંતિ તરીકે આ સર્વિસ આવી છે, જેને સ્પેસ ડિલિવરી વ્હીકલ દ્વારા પૂરી કરવામાં આવશે. એક અમેરિકન કંપની આ સર્વિસ લાવી છે. કંપનીનું નામ Inversion છે. એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં કામ કરતી Inversion એ દુનિયાનું પ્રથમ સ્પેસ ડિલિવરી વ્હીકલ તૈયાર કર્યું છે. આ વ્હીકલ અવકાશના રસ્તે પૃથ્વીના કોઈપણ શહેરમાં માત્ર 60 મિનિટમાં ડિલિવરી કરી શકે છે. આ કામ કંપનીનું આર્ક વ્હીકલ કરે છે.
