
ઓલા ઇલેક્ટ્રિક ભારતની પહેલી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની બની ગઈ છે જેને સંપૂર્ણપણે ભારતમાં બનેલી ‘ફેરાઇટ મોટર’ માટે સરકારી સર્ટિફિકેટ મળ્યું છે. ફેરાઇટ મોટર એ દુર્લભ-પૃથ્વી ચુંબક (રેર-અર્થ મેગ્નેટ) વિના બનાવવામાં આવેલી મોટર છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં થાય છે. કંપનીએ કહ્યું કે હવે અન્ય દેશોમાંથી મંગાવવામાં આવતા મોંઘા અને દુર્લભ ખનિજો વાળા ચુંબક (મેગ્નેટ) પરની નિર્ભરતા સમાપ્ત થઈ જશે.
