
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ફ્રેન્ક વોરેલ એકમાત્ર એવા ખેલાડી છે જેમની તસવીર કોઈ દેશના કરન્સી નોટ પર છપાઈ હતી. વર્ષ 1948 માં ડેબ્યુ કરનારા વોરેલ પ્રથમ કાયમી અશ્વેત (બ્લેક) કેપ્ટન બન્યા અને ટીમને એકજૂટ નેતૃત્વ પૂરું પાડયું. સેન્ટ્રલ બેંક ઓફ બાર્બાડોસ દ્વારા 5 ડોલરની નોટ પર તેમનો ફોટો છાપવામાં આવ્યો હતો.તેમણે 51 મેચોમાં 3860 રન બનાવ્યા, જેમાં 9 સદી અને 22 અર્ધસદી સામેલ છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં તેમનું યોગદાન અમૂલ્ય માનવામાં આવે છે.
