
2025નો ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકો-જ્હોન કલાર્ક, મિશેલ એચ. ડેવોરેટ અને જ્હોન એમ. માર્ટીનીસને એનાયત કરવામાં આવ્યો છે. તેમને ‘ઇલેક્ટ્રિક સર્કિટમાં મેક્રોસ્કોપિક ક્વોન્ટમ ટનલિંગ અને એનર્જી ક્વોન્ટાઇઝેશન’ની પાયાની શોધ માટે સન્માનિત કરાયા છે. આ શોધે ક્વોન્ટમ ઇફેક્ટ્સને ઇલેક્ટ્રોનિક સર્કિટ્સમાં લાવીને ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો માર્ગ ખોલ્યો છે, જેનાથી વીજળીની ઝડપવાળા સુપર કમ્પ્યુટર્સ બનાવવાનું શક્ય બનશે. ત્રણેય વૈજ્ઞાનિકો વચ્ચે પુરસ્કારની રકમ 1.1 કરોડ સ્વીડિશ ક્રોના (લગભગ 8.5 કરોડ રૂપિયા) વહેંચવામાં આવશે.
