
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે જેનેરિક દવાઓની આયાત પર ટેરિફ લાદવાની યોજના હાલ પૂરતી મોકૂફ રાખી છે. આ નિર્ણય ભારતીય ફાર્મા કંપનીઓ માટે મોટી રાહત લાવ્યો છે, કેમ કે અમેરિકામાં ઉપયોગમાં લેવાતી લગભગ 50% જેનરિક દવાઓ ભારતમાંથી આયાત થાય છે. આ સસ્તી ભારતીય દવાઓ અમેરિકાની આરોગ્ય પ્રણાલીને વર્ષ 2022માં અંદાજે $219 બિલિયનની બચત કરાવી ચૂકી છે, અને ટેરિફના કારણે તેની કિંમતો વધી જવાનો ભય હતો.
