
વિશ્વમાં અંગોની તીવ્ર અછતને દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ એક મોટી સફળતા હાંસલ કરી છે. સંશોધકોએ ટાઇપ-A કિંડનીને એન્ઝાઇમ્સની મદદથી ટાઇપ-0 ‘યુનિવર્સલ ડોનર કિડની’ માં સફળતાપૂર્વક રૂપાંતરિત કરી છે. આનો અર્થ એ છે કે આ કિડની કોઈપણ બ્લડ ગ્રુપના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે, જેનાથી અંગ પ્રત્યારોપણ માટેની લાંબી રાહ જોવાની સમસ્યા દૂર થઈ શકે છે, ખાસ કરીને ટાઈપ-0 દર્દીઓ માટે. જોકે, આ ટેકનિકને કાયમી બનાવવા પર વધુ સંશોધનની જરૂર છે.