
આ વર્ષે પ્લેટિનમમાં 80% વળતર મળ્યું છે. નિષ્ણાતો આ વધારાને પુરવઠાની તીવ્ર અછત અને ઔધોગિક અને રોકાણ જરૂરિયાતો માટે વધતી માંગને આભારી માને છે. વિશ્વનો સૌથી મોટો પ્લેટિનમ ઉત્પાદક દક્ષિણ આફ્રિકા છે. પરંતુ આફ્રિકા અતિશય વરસાદ, વીજળી આઉટેજ અને પાણીની અછત જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.
