
ભારતમાંથી હાલમાં મુખ્યત્વે બાંગ્લાદેશ અને નેપાળ માટે ટ્રેન સેવાઓ ઉપલબ્ધ છે. બાંગ્લાદેશ માટે મૈત્રી એક્સપ્રેસ, બંધન એક્સપ્રેસ અને મિતાલી એક્સપ્રેસ જેવી ટ્રેનો દોડે છે. નેપાળ માટે બિહારના જયનગરથી કુર્થા સુધી પેસેન્જર ટ્રેન ચાલે છે. નેપાળ માટે મુસાફરી કરવા વિઝાની જરૂર નથી, પરંતુ ફોટો ID રાખવો જરૂરી છે. જ્યારે બાંગ્લાદેશ દ્વારા મુસાફરી કરવા માટે મુસાફરો પાસે વિઝા હોવો અનિવાર્ય છે.
