
ભારતના અનેક રાજ્યોમાં કફ સિરપ પીવાથી અનેક બાળકોના મોત બાદ પંજાબ સરકારે ‘ઝેરી’ કોલ્ડરિફ કફ સિરપ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અહેવાલો અનુસાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળમાં કોલ્ડરિફ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધિત સીરપને લક્ષ્ય બનાવીને ઘણા રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
