
બીસીસીઆઈએ રોહિત શર્માના સ્થાને ભારતીય બેટ્સમેન શુભમન ગિલને વનડે ક્રિકેટના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ભારતે 1974માં ઈંગ્લેન્ડ સામે પોતાનો પહેલી વનડે રમી હતી અને તે મેચમાં અજિત વાડેકરે ભારતના પહેલા કેપ્ટનનું નેતૃત્વ કર્યું હતું. ગિલ વનડેમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર 28મા ખેલાડી બનશે.
