
NCRB ના તાજેતરમાં પ્રકાશિત થયેલા ક્રાઈમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટ અનુસાર, કોલકાતા ભારતમાં સૌથી સુરક્ષિત મહાનગર છે, ત્યારબાદ હૈદરાબાદ, પુણે, મુંબઈ, કોઈમ્બતુર અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. આ યાદી કોગ્નિઝેબલ ગુનાઓ (IPC+SLL) 2023 પર આધારિત છે. કોચી (કેરળ) સૌથી અસુરક્ષિત મહાનગરોની યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ દિલ્હી, સુરત, જયપુર અને પટના આવે છે.
