
કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ દેશનું સૌપ્રથમ સત્તાવાર રીતે ઝૂંપડપટ્ટી-મુક્ત (સ્લમ-ફ્રી) શહેર જાહેર થયું છે. લગભગ 12 વર્ષથી ચાલી રહેલા અભિયાન અને મજબૂત શહેરી વહીવટનું આ પરિણામ છે. આ હેઠળ, વહીવટીતંત્રે શાહપુર કોલોની સહિત અનેક ગેરકાયદેસર વસાહતો હટાવીને કુલ 520 એકર જમીન પાછી મેળવી છે. આ કાર્યવાહી દરમિયાન, વસાહતીઓ માટે વૈકલ્પિક આવાસ અને પુનર્વસન સુનિશ્ચિત પણ કરવામાં આવ્યું હતું.
