
અમેરિકન કંપની એલી લિલીની વજન ઘટાડવા અને ડાયાબિટીસની દવા મુંજારો (Mounjaro) ભારતીય ફાર્મા બજારમાં ઝડપથી ઊભરી આવી છે. સપ્ટેમ્બરમાં ₹80 કરોડનું વેચાણ કરીને તે દેશની બીજી સૌથી વધુ વેચાતી દવા બની છે, જેણે એન્ટાસિડ ‘પાન’ને પણ પાછળ છોડી દીધી છે. લૉન્યના માત્ર છ મહિનામાં જ ‘મુંજારો’ની આ જબરદસ્ત સફળતા સ્થૂળતાની સારવાર માટે વધતી માંગ દર્શાવે છે.
