
ચિલીના એક કર્મચારીએ તેના એમ્પ્લોયર સામે કાનૂની લડત જીતી છે. કંપનીએ મે 2022 માં ભૂલથી તેના માસિક પગાર (લગભગ £386) કરતા 330 ગણી વધુ રકમ એટલે કે આશરે £1,27,000 (લગભગ ₹1.3 કરોડ) ચૂકવી દીધી હતી. જોકે કર્મચારીએ ૩ દિવસ પછી રાજીનામું પણ આપ્યું હતું. જ્યારે કંપનીએ પૈસા પાછા માંગ્યા, ત્યારે તે તેમાંથી ઘણા પૈસા ખર્ચી ચૂક્યો હતો. કોર્ટે ચુકવણીમાં થયેલી આ ભૂલ માટે કંપનીને જ જવાબદાર ઠેરવી અને ચુકાદો આપ્યો કે આ ચોરી નથી, તેમજ તેને પૈસા પણ પાછા ચૂકવવા પડ્યા નહોતા.
