
સોનાના ભાવમાં હજુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. હાલ, ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ રૂ. 120,000 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે ટ્રેડ થયો છે. ત્યારે આ વચ્ચે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેકે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું કે, હજુ ડિસેમ્બર 2026 સુધીમાં સોનાના ભાવ ₹1.54 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
