
વિજય દેવરકોન્ડા સોમવારે જોગુલામ્બા ગદવાલ જિલ્લામાં એક માર્ગ અકસ્માતનો શિકાર થતા-થતા બચી ગયા હતા. આ ઘટના હૈદરાબાદ-બેંગ્લોર હાઇવે (NH-44) પર બની, જ્યાં તેમની ગાડીને પાછળથી એક અન્ય કારે ટક્કર મારી દીધી. તેમની કારને નાનું નુકસાન થયું અને અભિનેતાને કોઈ ઈજા થઈ નહીં. વળી, બીજી કારનો ડ્રાઇવર ગાડી રોકવાને બદલે હૈદરાબાદ તરફ ભાગી ગયો હતો. વધુમાં આ મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે.
