
સુપ્રીમ કોર્ટે NSA હેઠળ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડને પડકારતી અરજી પર કેન્દ્ર સરકાર અને લદ્દાખ વહીવટીતંત્ર પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે અટકાયતના આદેશની નકલ તેમની પત્ની ગીતાંજલી જે. એંગ્મોને સોંપવામાં આવે અને સોનમ વાંગચુકને જેલમાં તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે. આગામી સુનાવણી 14 ઓક્ટોબરે થશે.
