
માઇક્રોસોફ્ટે 14 ઓક્ટોબરથી વિન્ડોઝ 10 માટે સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ છે કે જે યુઝર્સ વિન્ડોઝ 10 પર છે તેમને કોઈ અપગ્રેડ/સેફ્ટી પેચ મળશે નહીં. જોકે, માઇક્રોસોફ્ટના કન્ઝ્યુમર CMO યુસુફ મેહદીએ યુઝર્સને ખાતરી આપી છે કે સપોર્ટ બંધ થયા પછી પણ વિન્ડોઝ 10 ડિવાઇસ કામ કરતા રહેશે.
