
ઓનલાઈન જગતમાં ‘લોગિન’ અને ‘સાઇન ઇન’ બંનેનો અર્થ મૂળભૂત રીતે એક જ છે – એટલે કે, પહેલાથી બનાવેલા એકાઉન્ટમાં યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરીને પ્રવેશ કરવો. ‘સાઇન ઇન’ શબ્દ આજકાલ વધુ આધુનિક અને યૂઝર ફ્રેન્ડલી ગણાય છે, જ્યારે ‘લોગિન’ થોડી ટેકનિકલ અને પરંપરાગત ટર્મ તરીકે ઓળખાય છે. અનેક ટેક કંપનીઓ વધુ સરળ અને આધુનિક અનુભવ આપવા માટે ‘સાઇન ઇન’ શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
