
નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપે 6.7 કરોડ પ્રકાશ વર્ષ દૂર સ્થિત રહસ્યમય ગેલેક્સી NGC 2775ની તસવીર લીધી છે. કર્ક તારામંડળમાં આવેલી આ ગેલેક્સી ત્રણેય પ્રકારની (સર્પિલ, દીર્ઘાકાર અને લેન્ટિક્યુલર) આકાશગંગાઓની વિશેષતાઓ દર્શાવે છે. તેનું કેન્દ્ર જૂના તારાઓથી ભરેલું છે જ્યારે બાહ્ય ભાગ ધૂળ અને ગેસથી ઘેરાયેલો છે જેમાં નવા તારાઓ બની રહ્યા છે.
