
નોબેલ પુરસ્કાર વિજેતાને ઇનામમાં 1.1 કરોડ સ્વીડિશ ક્રોનર (SEK) એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ 8.5 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ ઉપરાંત, વિજેતાને અસલી સોનાનો બનેલો નોબેલ મેડલ અને એક સુંદર ડિપ્લોમા (પ્રમાણપત્ર) મળે છે. આ સન્માનથી વૈશ્વિક ઓળખ મળે છે, જેના કારણે યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ તરફથી નવી તકો પણ મળે છે.
