
યુકેના વડાપ્રધાન કીયર સ્ટાર્મર બુધવારે તેમની પ્રથમ ભારત મુલાકાત માટે મુંબઈ આવી પહોંચ્યા છે. 2024માં વડાપ્રધાન બન્યા બાદ તેમની આ પ્રથમ મુલાકાત છે. ગુરુવારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે, જ્યાં બંને નેતાઓ ભારત-યુકે વ્યૂહાત્મક સંબંધો અને તાજેતરમાં થયેલ મુક્ત વેપાર કરાર (FTA) પર પ્રગતિની સમીક્ષા કરશે. સ્ટાર્મર ભારતમાં વેપાર અને રોકાણની તકો વધારવા પર ભાર મૂકશે.
