
પહેલી વાર, રેલવેએ મુસાફરોને તેમની કન્ફર્મ ટ્રેન ટિકિટની મુસાફરીની તારીખ બદલવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે NDTV ને જણાવ્યું હતું કે જાન્યુઆરીથી શરૂ કરીને, મુસાફરો કોઈપણ ફ્રી વગર તેમની કન્ફર્મ ટિકિટની મુસાફરીની તારીખ બદલી શકશે. હાલમાં, તેઓએ તેમની હાલની ટિકિટ રદ કરવી પડશે અને નવી તારીખ માટે અલગ ટિકિટ બુક કરાવવી પડશે.
