
ઇન્સ્ટાગ્રામે ભારતમાં આખરે લેટેસ્ટ મેપ ફીચર રોલઆઉટ કર્યું છે, જેમાં યુઝર્સ અલગ રીતે કનેક્ટ રહેશે અને પોતાના ફેવરિટ ક્રિએટર્સનું કન્ટેન્ટ જોઈ શકશે. આ લેટેસ્ટ મેપ ફીચર દ્વારા યુઝર્સ પોતાના પસંદગીના દોસ્તોને એક્ટિવ લોકેશન પણ શેર કરી શકશે અને આ સિવાય દેશ અને દુનિયાની કેટલીક રસપ્રદ અને મજેદાર પોસ્ટ પણ જોઈ શકશે.
