
ભૂટાનથી લક્ઝરી કારની તસ્કરીના ગંભીર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેરળ અને તમિલનાડુમાં 17 અલગ-અલગ જગ્યાએ દરોડા પાડયા છે. આ દરોડામાં મલયાલમ સુપરસ્ટાર મમ્મટી, તેમના પુત્ર દુલકર સલમાન, અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન અને અમિત ચક્કલક્કલના નિવાસ્થાનોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના ઉલ્લંઘન સાથે જોડાયેલી છે, જેમાં નકલી દસ્તાવેજો દ્વારા ગેરકાયદેસર રીતે કારોની નોંધણી કરાવી સેલિબ્રિટીઝને વેચવામાં આવતી હતી.
