
ગૂગલે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સમાં ખામીઓ શોધવા માટે એક નવો ‘બગ બાઉન્ટી પ્રોગ્રામ’ શરૂ કર્યો છે. સર્ચ, જેમિની એપ્સ, જીમેઇલ અને ડ્રાઇવ જેવા મુખ્ય પ્રોડક્ટ્સમાં ગંભીર ખામીઓ શોધવા બદલ $20,000 (લગભગ ₹18 લાખ) સુધીનું ઇનામ મળશે. અસાધારણ રિપોર્ટ માટે બોનસ સાથે આ રકમ વધારીને $30,000 (લગભગ ₹26 લાખ) સુધી પણ આપવામાં આવી શકે છે.
