
ઉત્તરાખંડ સરકારે મદરેસા બોર્ડને નાબૂદ કરી દીધું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે લઘુમતી શિક્ષણ બિલ, 2025 રજૂ કર્યું, જેને રાજ્યપાલ ગુરમિત સિંહે મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બિલ લાગુ થયા પછી મદરેસા જેવી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્તરાખંડ શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા મેળવવી પડશે.
