
રશિયન સેના તરફથી લડી રહેલા ગુજરાતના મોરબીના 22 વર્ષીય માજોતી સાહિલ મોહમ્મદ હુસૈન નામના ભારતીય યુવકે યુક્રેનિયન દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. યુક્રેનની ’63મી મિકેનાઇઝ્ડ બ્રિગેડ’ દ્વારા જાહેર કરાયેલા વીડિયો મુજબ, યુનિવર્સિટીમાં અભ્યાસ માટે રશિયા ગયેલા હુસૈનને ડ્રગ્સ સંબંધિત કેસમાં 7 વર્ષની જેલની સજામાંથી બચવા માટે રશિયન સેના સાથે કરાર કરવો પડયો હતો. જેને પગલે 16 દિવસની તાલીમ બાદ જ તેને પ્રથમ લડાઇ મિશન પર મોકલવામાં આવ્યો હતો.
