
ગઇકાલે મંગળવારે પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાઝા યુદ્ધ શરૂ થયા બાદથી, છેલ્લા બે વર્ષમાં અમેરિકાએ ઇઝરાયેલને આશરે 21.7 અબજ ડોલરની સૈન્ય સહાયતા આપી છે. આમાં બાઇડન પ્રશાસન તેમજ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી સહાય પણ સામેલ છે. હમાસ દ્વારા 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના પછી આ યુદ્ધ શરૂ થયુ હતું.
