
હૃદયરોગના જોખમને ઘટાડવા અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે કાર્ડિયોલોજિસ્ટોએ બપોરે ફાઇબરયુક્ત નાસ્તો કરવાની આદતને સૌથી ઉત્તમ ગણાવી છે. તબીબી નિષ્ણાતોના મતે, દ્રાવ્ય ફાઇબર આંતરડામાં કોલેસ્ટ્રોલને બાંધે છે અને તેનું શોષણ અટકાવે છે, જે LDL (“ખરાબ’ કોલેસ્ટ્રોલ) ને ઘટાડવામાં મદદ કરે છે. આ માટે ફળો, બદામ અથવા ઓટ્સમાંથી બનેલા નાસ્તાનું સેવન શ્રેષ્ઠ છે.
