
બોમ્બે હાઇકોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાને વિદેશ પ્રવાસની મંજૂરી આપતા પહેલાં 60 કરોડ રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. દંપતીએ કોલંબો અને અન્ય સ્થળોની યાત્રાની પરવાનગી માંગી હતી. કોર્ટનો આદેશ તે અરજી પર આવ્યો, જેમાં તેમણે 60 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સંબંધિત FIR માં બહાર પાડવામાં આવેલ લુકઆઉટ સકર્ક્યુલર રદ કરવાની માંગ કરી હતી.
