
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફૂટબોલ ઇતિહાસના પહેલા અબજોપતિ ખેલાડી બની ગયા છે, જેમની કુલ સંપત્તિ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર $1.4 billion (લગભગ 11,500 કરોડ રૂપિયા) સુધી પહોંચી ચૂકી છે.તેઓ વાર્ષિક 2,000 કરોડથી વધુ કમાય છે. આમાં સાઉદી ક્લબ અલ નાસ્ત્ર (AI Nassr) તરફથી મળતી 1,660 કરોડ રૂપિયા ($200 million)ની વાર્ષિક સેલરીનો સમાવેશ થાય છે, જે જાહેરાતો અને એન્ડોર્સમેન્ટ્સથી થતી કમાણી ઉપરાંત છે.
