
ડેટિંગ એપ ટિંડરે યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતમાં સત્તાવાર રીતે ફેસ ચેક ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર યુઝર્સને સ્વાઇપ કરવાનું શરૂ કરતા પહેલા એક વીડિયો સેલ્ફી લેવા માટે કહે છે. જો વીડિયો યુઝરના પ્રોફાઇલ ફોટા સાથે મેળ ખાય છે, તો તેમને ટિંડરનો વેરિફાઇડ બેજ મળે છે.
