
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 20થી વધુ બાળકોના મૃત્યુ માટે જવાબદાર ‘કોલ્ડ્રિક’ કફ સિરપ બનાવતી તમિલનાડુ સ્થિત શ્રેસન ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક જી. રંગનાથનની ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સિરપમાં ડાયેથિલીન ગ્લાયકોલ (Diethylene Glycol) નામનું ઝેરી રસાયણ જોખમી સ્તરે મળી આવ્યું હતું, જે કિડની ફેલ થવાનું કારણ બન્યું હતું. એમપી પોલીસ હવે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર છિંદવાડા લઈ જશે.
