
નવજાત શિશુઓમાં જણાતો ડાયાબિટીસ (Neonatal Diabetes) એક દુર્લભજિનેટિક ખામીને કારણે થાય છે, જે જીવનના પ્રથમ 6 મહિનામાં થાય છે. તબીબી અહેવાલ મુજબ, આ રોગને હાલમાં રોકવો કે કાયમ માટે મટાડવો શક્ય નથી, પરંતુ તેનું સંચાલન શક્ય છે. લગભગ અડધા કિસ્સાઓમાં, સ્થિતિ થોડા સમય માટે અદૃશ્ય થઈ જાય છે, જોકે પાછળથી ફરી દેખાઈ શકે છે. યોગ્ય સારવારથી શિશુઓને સામાન્ય જીવન જીવવામાં મદદ મળે છે.