
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે શાનદાર પ્રદર્શન કર્યા બાદ ક્રિકેટર રજત પાટીદારની જવાબદારી વધી છે. તેમને હવે સ્ટેટ ટીમ (મધ્ય પ્રદેશ) માટે તમામ ફોર્મેટ (રણજી, વિજય હઝારે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી)ના નવો કેપ્ટન બનાવવામાં આવ્યા છે. RCB ને ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ, પાટીદારનું આ પ્રમોશન તેના માટે એક મોટી સિદ્ધિ છે.
