
Vivo V60e સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઈ ગયો છે. આ ફોન 200MP ના મુખ્ય કેમેરા, 50MP સેલ્ફી કેમેરા અને 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,500mAh ની પાવરફુલ બેટરી ધરાવે છે. MediaTek Dimensity 7360 Turbo પ્રોસેસરથી સજ્જ આ ફોનની શરૂઆતની કિંમત ₹29,999 છે અને તેનું વેચાણ 10 ઓક્ટોબરથી શરૂ થશે.
